મોસમ નો મિજાજ જાણવાની કામગીરી
હવામાનશાસ્ત્રમાં કારકિર્દીની તકો
ચૈન્નાઇ ના એસ.આર.રામાનન તમિલનાડુ ના વિખ્યાત હવામાનશાસ્ત્રી છે. શાળાઓમાં વરસાદી રજાઓ કેટલી રહેશે તેની સત્તાવાર ઘોષણા કરવામાં મદદરૂપ થતા હોવાથી વિદ્યાર્થીઓમાં તેઓ “વરસાદી માણસ” તરીકે જાણીતા બની ચુક્યા છે. તેઓ એરિયા સાયક્લોન વોર્નિગ સેન્ટર ના નિયામક છે. સોશ્યલ મીડિયામાં સેલેબ્રીટી બની ગયા છે. સોશ્યલ મીડીયા માં તેઓ શેર કરતા જણાવે છે “ હું મોસમ ની આગાહી કરવા માટે સક્રિય બન્યો કારણ કે મને તેમ કરવું ગમે છે. હું ભુગોળ માં સારી પકડ ધરાવતો હતો, તેમ છતાં મેં ભૌતિકશાસ્ત્ર ઉપર પસંદગી ઉતારી. કોલેજ કક્ષા એ મારો રસ નો વિષય વાતાવરણીય ભૌતિકશાસ્ત્ર બનવા લાગ્યો જેને કારણે સંજોગોવસાત હું હવામાનશાસ્ત્રી બની ગયો !”રામાનન કાર્ય તો ચેન્નઇ માં રહી ને કરે છે, પરંતુ તેઓ મલેશિયા,સિંગાપુર અને શ્રીલંકા સહિત વિશ્વ ના દેશો ની માહિતી અને આંકડા ઓ ઉપર આધાર રાખે છે. તેઓ દિલ્હિમાં બેઠેલા તેમના સાથીઓ સાથે દરરોજ વિડિયો – કોન્ફરન્સ યોજી ને નાનકડી વેધશાળા ઓ પાસે થી માહિતી મેળવી ને તથા સેટેલાઇટ અને રડાર વિભાગ પાસેથી મળતા ચિત્રો ને આધારે હવામાન ની સચોટ આગાહી કરે છે. એક હવામાનશાસ્ત્રી ક્યારે પણ એકલો રહી ને કામ કરી શકતો નથી તેણે વૈશ્વિક પ્રવાહો ઉપર આધાર રાખવો પડે છે.
હવામાન વિભાગ માં કારકિર્દી ઉચ્ચકક્ષાની નોકરી ની સલમતી સાથે સારી આવક મેળવી આપે છે.આ તક ઝડપી લેવા જેવી છે. સરકારી નોકરી ના નિયત કલાકો હોય છે, પરંતુ હવામાન ની આગાહી કરવાની કામગીરી ૨૪*૭ કલાક ની હોય છે. રામાનન જણાવે છે કે તે શનિ – રવિ ની રજાઓ માં અને તહેવાર ના દિવસે પણ કાર્યરત હોય છે. કામગીરી ને કેવી રીતે આસાન બનાવવી તેનો મર્મ સમજાવતા રામાનન જણાવે છે ક જો તમે તમારા ક્ષેત્ર ને, નોકરી ને એટલે ક હવામાનશાસ્ત્ર ને સમર્પિત હોવ તો કાર્ય અપોઆપ સરળ બની જાય છે.
મિટિયોરોલોજી માં સ્પેશ્યાલાઇઝેશન :
એરોલોજી - અહિં પૃથ્વી ની સપાટી ઉપર ન હોય તેવી મુક્ત હવાનો અભ્યાસ કરવામાં આવે છે.એરોનોમી- અહિં પૃથ્વી ની ઉપર ના વાતાવરણ માં આવેલા ભૌતિક તત્વો નો અભ્યાસ કરવામાં આવે છે.
એગ્રિકલ્ચર મિટીયોરોલોજી – એગ્રિકલ્ચર મિટીયોલોજીસ્ટ વાતાવરણ ની પાક પરની અસરો નો અભ્યાસ કરી ને હવામાન ની આગાહીઓ દ્વારા ખેડૂતો વધુ સારા પાક કેવી રીતે ઉગાડી શકે , પાક ની ગુણવત્તા કેવી રીતે સુધારે તથા ખરાબ હવામાન ની અસર થી પાક ને કેવી રીતે બચાવી શકાય તે વિશે સંશોધન હાથ ધરે છે.
એપ્લાઇડ મિટીયોલોજી – એપ્લાઇડ મિટીયોલોજીસ્ટ હવામાન ની માહિતી નો ઉપયોગ કરી ને રોજબરોજ ની વિવિધ સમસ્યાઓ જેવી કે એરક્રાફ્ટ ની ડિઝાઇન , હવાનું પ્રદુષણ એંકુશમાં લેવું , આર્કિટેક્ચરલ ડિઝાઇન , એરકંડિશનીંગ પ્લાન્ટસ , સ્થાનીક કક્ષાએ પ્રવાસનનો વિકાસ , સોલર અને પવન ઉર્જા પ્રોજેક્ટ્સ તથા શહેરી વિકાસ માં તેનો ઉપયોગ કરે છે.
ક્લાઇમેટોલોજી- તેના નામ પ્રમાણે અહિં જે તે વિસ્તાર ના લાંબાગાળા ના વાતવણ ના રેકોર્ડ ના આધારે ક્લાઇમેટ નો અભ્યાસ કરવામાં આવે છે.
સીનોપ્ટક મીટીયોરોલોજી - આ ક્ષેત્રેના નિષ્ણાતો હવાના નીચા દબાણવાળા વિસ્તારો,ત્રોપીકલ સાયકલોન,દરીયામા મોજાં,દેપ્રેશન,તેમજ હવમ ન તંત્રના અન્ય પાસાઓ ઉપર સતત નજર રાખે છે.
જરૂરી યોગ્યતા:
હવામાન શાસ્ત્રોનો અભ્યાસક્રમ ના દેશો જેટ્લા ભારતમાં જેટ્લા ભારતમાં પ્રચલીત નથી કારણ કે
અહીં માહીતીનો અભાવ છે. ધણી સંસ્થાઓ મિટિયોરોલોજીમાં અંડર ગ્રેજુયુએટ કક્ષાના કોર્સ ઓફર કરે છે.જો તમારે અંડર ગ્રેજુએટ કોર્સમા પ્રવેશ મેળવવો હોય તો તમે ધોરણ-૧૨ સાયન્સ સાથે પાસ કરેલુ હોવૂ જોઇએ.પી.જી.કોર્સમાં પ્રવેશ મેળવવા માટે માન્ય યુનિવર્સિટીમાંથી સબંધીત ફિલ્ડ્મા બી.એસસી.કરેલુ હોવું જોઇએ.અહીં એક વર્ષની મુદતના મિટીયોરોલોજીના ડેપ્લોમા કોર્સ પણ હોય છે. પરંતુ આ ક્ષૅત્રમા કારકિદી બનાવવા માટે સ્નાર્ક કક્ષાનો કોર્સ ઉપયોગી બને છે.
મિટીયોરોલોજીનો અભ્યાસ ક્યાં કરશો ?
આંધ્ર યુનિવર્સિટી,વેશાખાપટ્ટ્નમ
આર્યભાટ્ટ રિસર્ચ ઇન્સિટ્ટ્યુટ ઓફ ઓબ્ઝર્વેશનલ સાન્સિસ, નૈનિતાલ
સેંટર ફોર એટ્મોસ્ફિય્રિક એન્ડ ઓસનિક સાયન્સ , ઇન્ડિયન ઇન્સિટ્ટયુટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી,કેરાલા
કોચીન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી,કેરાલા
આઇઆઇટી,દિલ્હી
આઇઆઇટી ખડ્ગપુર
ઇન્ડિયન ઇન્સિટ્યુટ ઓફ ટ્રોપિકલ મિટીયોરોલોજી,પુણે
મહરાજા સયાજીરાવ યુનિવર્સિટી,વેધાનગર,કોલ્હાપુર,મહારાષટ્ર
0 comments:
Post a Comment